દમણ પંથકમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે દરિયા કિનારાની નજીકના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે વરસાદે તેની ભવ્ય આગમનથી દમણમાં આ વીકેન્ડમાં સહેલાણીઓની અવરજવર પર હળવી બ્રેક લાગી છે. હોટલ અને રિસોર્ટ્સમાં બુકિંગ્સ રદ્દ થવાની સાથે, બિચ પરની વિવિધ પ્રવૃત્તિઓ પણ અટકાવી દેવામાં આવી છે.
વાવણી લાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છે અને તેઓ આગામી દિવસોમાં વધુ સારો વરસાદ વરસે તેવી આશાઓ રાખી રહ્યા છે. ચોમાસાની આ સીઝનમાં ખેડૂતો માટે આ વરસાદ જીવતદાર પુરવાર થયો છે. તળાવ અને ખેતરોમાં પાણીની પૂરતી માત્રા થવાથી ખેડૂતો હવે તેમની પાકવાડી સુવ્યવસ્થિત રીતે શરૂ કરી શકે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ