ફાયરની ટીમ આવી આગને કાબુમાં લેતા કોઇ જાનહાની પહોચી નહીં
સુકા ઝાડીઝાખરા હોવાથી આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર પાસે વડોદરા હાઈવે નજીક આવેલા લીલેસરા ખાતેના જેટકો કંપનીના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી.જેમા કંપનીના કેટલાક મુકી રાખવામા આવેલા કેબલ સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે. આ મામલે જેટકો કંપની દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામા આવતા ફાયર વિભાગના બંબાઓ પહોચી પાણીનો મારો ચલાવી આગને કાબુમા લેવાઈ હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર પાસે લીલેસરા ખાતે વડોદરા હાઈવે પર જેટકો કંપનીનુ એક કમ્પાઉન્ડ આવેલુ છે.આ કંપનીમાં બપોરના સમયે એકાએક આગ લાગી હતી.એકાએક આ આગ આસપાસ પ્રસરતા ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધુ હતું.આ જોઇ જેટકોના અધિકારીઓને ઘટના ધ્યાને લઇ તેમના દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી.જેથી ફાયર વિભાગની ટીમ બે બંબા સાથે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતાં આગ હોલવવાની કામગીરીમાં સફળતા મળી હતી.કોઇ વ્યક્તિને કોઇ જાનહાની પહોંચી ન હતી,પરંતુ આ આગને કારણે કંપાઉન્ડમા વીજ ટ્રાન્સફોર્મર અને કેબલ મુકેલા હતા તે બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે કંપનીના માલિકને લાખોનું નુકશાન થયું હોવાનો અંદાજો લગાવાયો છે.અહીં સુકા ઝાડીઝાખરા હોવાના કારણે આગ વધારે પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ