પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો આજે પણ મેળાઓ ભરાય છે. જેનો આનંદ લેવાનુ આજે પણ લોકો ચુકતા નથી.જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ઝાલા પાટડીયા બાપજીનો પંરપરાગત મેળો ભરાયો હતો. નાંદરવા ગામ પાસેની પ્રાથમિક શાળા પાસે ઝાલા પાટડીયા બાપજીની દેરી આવેલી છે,જેમના પ્રત્યે ખાસ કરીનો પશુપાલકો વિશેષ શ્રધ્ધા ધરાવે છે.
કહેવાય છે કે પશુ બિમાર રહેતુ હોય અને દુધ ના આપતુ હોય તો અહીથી આપવામા આવતો સુખડીનો પ્રસાદ પશુનો ખવડાવાથી પશુ આખુ વર્ષ બિમાર પડતુ નથી. અને દુધ પણ ટાઈમસર આપે છે.સાથે પશુ લાબુ આયુષ્ય પણ ભોગવે છે.આથી મેળાની આ ખાસ વિશેષતા છે.જેથી શહેરા જ નહી પણ આસપાસના તાલુકાઓ તેમજ જીલ્લાઓમાથી પણ લોકો અને પશુપાલકો અહી આવે છે અને ઝાલા પાટડીયા બાપજીના મંદિરથી સુખડીનો પ્રસાદ લઈ જાય છે.ભાદરવા મહિનાના બીજા રવિવારે આ મેળો ભરાય છે. આ વર્ષોથી ભરાતા આ મેળામાં લોકો તેમને સ્થાનિક ઝાલો ભરાયો તેમ કહીને ઓળખે છે.જેથી આ મેળો માણવા નાદરવા સહિત આસપાસના ગામોમાંથી લોકોની ભીડ જામી હતી
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ