મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં સી.એચ.સી. સેન્ટર ખાતે આજરોજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતં. આ કેમ્પ જી.સી.એસ.હોસ્પિટલ અમદાવાદ અને બાલાસિનોર પી.એચ.સી સેન્ટરના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં હ્યદય રોગ, કિડનીના રોગ, હાડકાના રોગ, ચામડી જેવા રોગોનું ચેકઅપ કરીને મફત નિદાન કરવામાં આવ્યું હતું. જી.સી.એસ. હોસ્પિટલ ડોક્ટરની ટીમ તેમનો સ્ટાફ અને નર્સિંગ માર્કટિંગ ડોક્ટરની ટીમ લઇને આવતાં હોય છે અને આવા કેમ્પ દર મહિનાના પહેલા સોમવારે યોજી તબીબોને નિઃશુલ્કપણે સારવાર આપવાની કામગીરી કરવામાં આવતી હોય છે.આ કેમ્પમાં બાલાસિનોર શહેરથી લઇને આસપાસમાં આવેલા ગામડાઓના મળી કુલ 70થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લ્હાવો લીધો હતો.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ