કોટે મોર કણક્યા, વાદળ ચમકી વીજ, મારા રૂદિયાને રાણો સાંભળે, આવી અષાઢી બીજ
ગુજરાતભરમાં ભગવાન જગન્નનાથથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી છે ત્યારે જામકંડોરણામાં પણ રામજી મંદિરના પટાંગણમાથી ૩૬મી આષાઢી બીજની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રમેશ બાપુએ રામદેવજી મહારાજનું પુજા અર્ચન કરીને આ રથયાત્રા જામકંડોરણાના વિવિધ માર્ગો પર પસાર થઈ હતી.
ત્યારે આ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી જામકંડોરણાના પીએસઆઇ વી.એમ ડોડીયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ શુભ પ્રસંગે પૂ.રમેશબાપુ દાણીઘારીયાના આશીર્વાદ લેતા યુવા નેતા લલિત રાદડીયા,ગોવિંદભાઈ રાણપરીયા,રમેશભાઈ ગજેરા,ચંદુભા ચૌહાણ જસમતભાઈ કોયાણી તેમજ આગેવાનો તેમજ ધર્મપ્રેમી જનતાએ રથયાત્રાના દર્શનનો લ્હાવો લીધો હતો.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ