-આગ લાગતાં આસપાસના લોકોમાં મચી અફરાતફરી
વાપી ભડકમોરા નજીક આવેલ કોમર્સિયલ કોમ્પ્લેકસના પ્લોટમાં ખુલ્લી જગ્યામાં એકઠો થયેલ કચરામાં આગ ભભૂકી હતી. આગ લાગતા જ દુકાનો, પેટ્રોલપંપ અને કંપની સચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. સ્થળ પર વાપી નોટિફાઈડની ફાયર ટીમ પહોંચી ગણતરીના કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-03-at-19.19.51-1-1024x576.jpeg)
વાપી ભડકમોરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોમર્સિયલ કોમ્પ્લેકસ પ્લોટ નં.99 ના પાછળના ખુલ્લા ભાગમાં એકઠો થયેલ કચરામાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડયા હતાં. આગ લાગતા આસપાસ આવેલ દુકાનો, પેટ્રોલપંપ અને કંપની સંચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી જીઆઈડીસી નોટીફાઈડ યુનિટ-1-2 થી ફાયર ટીમ પહોંચી ગઈ હતી અને સાવચેતીપૂર્વક પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અત્રે નોંધનીય છે કે, ખુલ્લા પ્લોટમાં એકઠો થયેલ પ્લાસ્ટીક સહિતનો કચરો હોય જેમાં આગ લાગી હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગમાં કોઈ જાનહાનિ કે નુકશાન થયું ન હોવાથી હાશકારો અનુભવાયો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ