રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દિલ્હી દ્વારા અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દાદરા નગર હવેલીના નિર્દેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાદરા અને નગર હવેલી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ના રોજ સવારે 10 વાગ્યાથી સેલવાસ જિલ્લા ન્યાયાલય પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક અદાલતમાં ચેક બાઉન્સના કેસ, કામદારોના વિવાદ,અકસ્માતના કેસો, જમીન અધિગ્રહણના કેસો,રેવન્યુના કેસો, વિવાહ સંબંધિત વિવાદો,વગેરેના રિકવરી કેસો સંબંધિત વિવાદોને સમજૂતી અને ભાઈ-ચારા સાથે નિકાલ કરવામાં આવ્યા હતા.જેમાં કુલ 2204 જેટલા કેસો રાખવામાં આવ્યા હતા જેમાંથી 151 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ રૂપિયા 2,40,89,658નું સમાધાન કરવામાં આવ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ