ઉમરગામ તાલુકામાં પાણીની કટોકટી નિવારવા ધારાસભ્ય રમણ પાટકરના નિવાસસ્થાને બેઠક

પાણીની તંગી ન વર્તાય તે માટે જરૂરી કામગીરી પૂર્ણ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરની સૂચના
ઉમરગામ, ઉમરગામ તાલુકા વિસ્તારમાં ઉનાળો શરૂ થતા પાણીની તંગીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ધારાસભ્ય રમણભાઈ પાટકરના ધ્યાને આવતા કેટલાક વિસ્તારમાં ધોરણે પાણી પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આજરોજ તેઓના નિવાસસ્થાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં સોળસૂંબા પૂર્વ તરફના વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી તાત્કાલિક પાણી પુરવઠો પૂરો પાડવા સૂચના અપાય હતી જેના અનુસંધાનમાં ચાર જેટલા સ્થળો પર ટાંકી મૂકી પાણી પૂરું પાડવા અધિકારીઓએ ખાતરી આપી હતી જ્યારે અન્ય વિસ્તારોમાં નહેર દ્વારા પાણી પૂરું પાડવા અને તળાવો ભરવા નિર્ણય લેવાયો હતો ભૂગર્ભ જળ સ્તર ઊંડા ઉતરતા કાંઠા વિસ્તારના ગામોમાં બોર ફેલ થઈ ગયા છે રિચાર્જ કરવા જે તે વિસ્તારના તળાવમાં નહેરનું પાણી છોડવા ધારાસભ્ય એ સૂચના આપી હતી. આગામી એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત મુખ્ય પાઇપલાઇન નું સમારકામ પૂર્ણ કરી લોકોને પાણી મળી રહે તે માટે અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી બેઠકમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવ નહેર વિભાગના અધિકારી જાડેજા પાણી પુરવઠા વિભાગના અધિકારી દીનાબેન તથા પીડબલ્યુ ડી વિભાગના અધિકારી તેજસભાઈ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા પાણી પુરવઠાને લગતી રજૂઆતો કરાઈ હતી, જેના અનુસંધાનમાં આગામી એક સપ્તાહમાં વિભાગના અધિકારીઓ દ્વારા વ્યવસ્થાપન કરવા ખાતરી અપાઈ હતી. ગતરોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગરમીના દિવસોમાં લોકોએ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે જાગૃત ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા તાત્કાલિક અસરથી બેઠક બોલાવી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *