આજરોજ ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા શાખાના હોદેદારો અને સભ્યોની બેઠક ચેરમેન અજયભાઇ બારડની અધ્યક્ષ સ્થાને મળી હતી. આગામી તા. 19 જૂલાઈ ને શુક્રવારના રોજ ર્ડો. ભરતભાઈ બારડની 16મી પુણ્યતિથિનિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/IMG-20240705-WA0172-1024x576.jpg)
જેમાં રાજકોટની સિનર્જી હોસ્પીટલના સુપર સ્પેશિયાલિટ ડૉક્ટરની ટીમ તેમજ બ્લડ ડોનેશનની ટીમ આવવાની હોય આ બાબતે બેઠક મળી, જેમાં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઇ બારડ, વાઇસ ચેરમેન રામસિંહભાઈ મોરી, ખજાનચી કાળાભાઈ બારડ, સેક્રેટરી કાનાભાઈ બારડ, ભુપતભાઇ ઝાલા, નરેશભાઈ કામલીયા,મનોજભાઈ વાળા, અનુપમભાઈ રામસિંહભાઈ વાણવી, રાજેશભાઈ પાઠકભાઈ, હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતાં.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ