સુપ્રીમ કોર્ટે SC/St અનામતમાં વર્ગીકરણના લીધેલા નિર્ણયનો વિરોધ કરવા વાપીમાં શાંતિ પૂર્ણ રેલી યોજાઇ

1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે SC/ST અનામતમાં વર્ગીકરણના લીધેલા નિર્ણયનો વિરોધ કરવા અને આ નિર્ણયને રદ કરવા 21મી ઓગસ્ટના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના સમર્થનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકોએ વાપીમાં શાંતિપૂર્ણ રેલી યોજી હતી.

વાપીમાં ચણોદ સ્થિત ત્રિરત્ન સર્કલ ખાતે વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણના SC/ST સમાજ લોકો એકત્ર થયા હતાં. જેઓએ હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કર્યા બાદ વાપી ચાર રસ્તા સુધી રેલી યોજી હતી. રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ ધ્યાને રાખી ડુંગરા, GIDC, વાપી ટાઉન પોલીસ મથકના PI, PSI સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. રેલીના આગેવાન ભીમરાવ કટકેએ જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટ, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે SC/ST અનામતમાં વર્ગીકરણના લીધેલો નિર્ણય સમાજમાં ભાગલા પાડવાની વૃત્તિ સમાન છે. જેની સામે અમારો વિરોધ છે. આ વિરોધમાં દેશભરમાં બંધનું એલાન આપ્યું છે. વાપીમાં બંધને સમર્થન આપવા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગ છે કે, અનુસૂચિત 9મી યાદીમાં SC ST અનામતનો સમાવેશ થવો જોઈએ, SC ST વર્ગનું જાતિના આધારે વર્ગીકરણ કરીને વિભાજન કરવાનું બંધ કરવામાં આવે. રિઝર્વેશનમાં ક્રીમી લેયરને મંજૂરી આપવામાં આવશે નહીં.વાપીમાં વાપી, વલસાડ, દમણ, સિલવાસાના કાર્યકરો હાજર રહ્યા હતા. બુધવારે, 21 ઑગસ્ટ 2024ના રોજ ભારત બંધને ટેકો આપવા સાથે વિરોધ પ્રદર્શન હેતુ એક રેલીનું આયોજન કર્યું હતું. 1 ઓગસ્ટ, 2024 ના રોજ, સુપ્રીમ કોર્ટે દ્વાર SC. ST આરક્ષણમાં વર્ગીકરણ.( ક્રિમિ લેયર) કરવા માટે જે નિર્ણય કરેલ છે અને સમાજમાં જે ભાગલા પાડવાની નીતિ જે અપનાવેલ છે. તેમા વિરોધ દર્શાવ્યો હતો. આ નિર્ણય થી આવનારા સમય મા SC. STમા ભેદ ભાવ વધશે. આ નિર્ણય આપ્યો. તે આરક્ષણને ધીરે ધીરે સમાપ્ત કરવા માટેનું ષડયંત્ર હોવાના આક્ષેપ કર્યા હતાં.વિરોધ પ્રદર્શન રેલી બાદ તાલૂકા વાપીના મામલતદાર મારફતે ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રી સુપ્રીમ કોર્ટના જજને ભારતદેશના વડાપ્રધાનને, કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *