સુત્રાપાડાના ધારાસભ્ય પ્રવાસ દરમિયાન તાલુકાના દરેક ગામોમાં નીકળ્યાં હતાં.જેથી તેમના સમર્થકો અને આગેવાનો પણ તેમની સાથે પ્રવાસમાં જોડાયા હતાં.આ પ્રવાસ દરમિયાન જોડાયેલા એક વ્યક્તિને પ્રશ્નાવડા ગામ નજીક અકસ્માત થતાં તે રસ્તા પર ઢળી પડ્યો હતો. આ જોઇ ધારાસભ્ય ભગવાનભાઇ બારડ એકાએક કારમાંથી મેડિકલ કીટ લઇ ઘાયલ પડેલ વ્યક્તિ પાસે દોડી ગયા હતાં.ઇજાગ્રસ્ત વ્યક્તિને જ્યાં જ્યાં ઇજાઓ પહોચી હતી.તેવી દરેક જગ્યાએ તપાસ કરી ધારાસભ્યએ જાતે જ પાટાપાટી કરી કરી હતી. ઇજાગ્રસ્ત દર્દીને થોડો લોહી નિકળતું ઓછું થતાં 108નો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતાં.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ