ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં દિનપ્રતિદિન ચાંદીપુરા વાયરસની બિમારી વધતી જાય છે, જેને લઇન સામાજિક કાર્યકરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોને આ વાયરસથી જાગૃત કરવા વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો યોજીને લોકોને આ વાયરસથી બચવા માટે માહિતી પુરી પાડવામાં આવે છે. ત્યારે બાલાસિનોર નવગુજરાત MSW કોલેજની વિદ્યાર્થીની મલેક નસરીનબાનુ, અને મલેક નમીરાબાનુ દ્વારા ટીંબલી ગામની પ્રાથમિક શાળાના બાળકોને ચાંદીપુરા વાયરસ વિશે બાળકોમાં જાગૃતી આ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામં આવ્યું હતું. જેથી માસ્ટર ઓફ સોશ્યલ વર્કની વિદ્યાર્થીનીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નિષ્ણાંતોની ગાઇડ લાઇન પ્રમાણે ચાંદીપુરા નામના વાયરસની બિમારી છે તે ખાસ કરીને 14 વર્ષ સુધીના બાળકો હોય છે, તેમણે આ બિમારી થવાની સંભાવના રહેલી છે. જે સેન્ડફ્લાય નામની એક માખી છે તેના દ્વારા આ પ્રસારિત થાય છે.આ વાયરસથી માથાનો દુઃખાવો, ઉલ્ટી, ઝડપથી તાવ, અને ખેંચ જેવા માનસિક લક્ષણો તરફ દોરી જાય છે. જો આવા લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેવી માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ કરવા બદલ શાળાના આચાર્ય,શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહી બાલાસિનોર નવગુજરાત MSW કોલેજની વિદ્યાર્થીનીઓ આભાર વ્યક્ત કર્યો હતો.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ