વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરીગામ GIDCના પાગીપાડા વિસ્તાર પાસેથી પસાર થતી નહેર પાસે અજાણ્યા ઈસમો 3 બોરી ભરીને ટેબલેટનો જથ્થો ફેંકી ગયા હતા. રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ ગામના અગ્રણીઓ અને GPCBની ટીમને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ GPCBની ટીમને થતા CPCBની ટીમે ઘટના સ્થળે પહોંચી જાહેર સ્થળે ફેંકવામાં આવેલી ટેબલેટનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDC વિસ્તારનાં પાગીપાડા નહેર નજીક મેડિકલ ટેબલેટ વેસ્ટની ગુણીઓ ફેંકવાની ઘટના સામે આવી છે. રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગામજનો દ્વારા કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટના સરીગામ અને પાગીપાડાના જાગૃતિ નાગરિક ક્રિષ્ણા રાઠોડ દ્વારા સરીગામ GPCBના અધિકારીઓને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. સરીગામ GPCBના અધિકારીઓની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના સરીગમની GPCBની ટીમે ફેંકવામાં આવેલી ટેબલેટનો જથ્થો કબ્જે કરી તપાસનો દોર શરૂ કર્યો છે. સરીગામ GIDC અને આજુબાજુમાં આવેલી ટેબલેટ બનાવની કંપનીઓ દ્વારા મેડિકલ ટેબલેટ વેસ્ટ એકત્ર કરી રાત્રિના અંધારામાં જાહેર સ્થળોએ નહેર પાસે ટેબલેટનો જથ્થો ફેંકી નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. GPCBની ટીમે આવા કૃત્યો કરનાર કેમિકલ માફિયા વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેવું સ્થાનિક લોકોને અને અગ્રણીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું.
રવિવારે બપોરે સ્થાનિક લોકોએ સરીગામ GIDC પાગીપાડા નહેર પાસે અજાણ્યા ઈસમો ટેબલેટનો જથ્થો ફેંકી ગયા હોવાની માહિતી આપી હતી. જેના આધારે પ્રાથમિક તપાસ કરતા કોઈક કંપની દ્વારા દવાનો એક્સપાયરી ડેટ પુરી થઇ જતાં દવાનો જથ્થો ગેરકાયદેસર રીતે નાખવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફેંકવામાં આવેલો દવાનો જથ્થો કયા યુનિટમાંથી આવ્યો છે, તેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. જે કંપનીના યુનિટ દ્વારા જાહેર સ્થળોએ દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો હશે તેમની સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ GPCBના અધિકારી એ.ઓ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ