સુત્રાપાડાના લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો હતો.જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળતા તેઓએ પુરવઠા અધિકારી, સ્થાનિક મામલતદાર સહિતની ટીમ લોઢવા ગામે ત્રાટકી હતી, ત્યારે સરકારી અનાજનો જથ્થો એક કન્ટેનરમાં ભરાતો હતો તે દરમિયાન સમયનો સદુપયોગ કરી મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

સ્થળ પરથી 375 કટ્ટા ઘઉં, 07 કટ્ટા બાજરો, 24 કટ્ટા ઘઉંની કનકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો..પુરવઠા તંત્રએ કન્ટેનર સહિત 15.50 લાખ નો મુદ્દામાલ સીઝ કરી,ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડ રંગે હાથે ઝડપી પાડ્યું હતું.જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કાર્યવાહીના પગલે અનાજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામતા તેઓમાં ડરનો માહોલ ઉભો થયો છે.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ