તાજેતરમાં 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકામાં આવેલાં ખારોલ ગામની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે શ્રી વાડાસિનોર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત બાલાસિનોર MSW કોલેજમાં અભ્યાસ કરતાં સત્ર 1ની વિદ્યાર્થિનીઓએ કૉલેજના પ્રો.શિવાનીબેન કંસારાના માર્ગદર્શન હેઠળ, શાળાના બાળકોમાં રહેલી અભિરૂચિ અને કૌશલ્યનો વિકાસ થાય તે વાતને ધ્યાને લઇ વકૃત્વ સ્પર્ધા અને રંગપૂરણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં 25થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સારો રંગ અને સારી વકૃત્વ સ્પર્ધા કરી હતી તેવા બાળકોને પ્રથમ, દ્રિતીય અને તૃતિય એવી નંબરો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. ત્યારે આ કાર્યક્રમ નિમિત્તે msw કૉલેજના ફિલ્ડવર્ક સુપર વાઈઝર શિવાનીબેન કંસારા અને શાળાના આચાર્ય નૂતનકુમાર પટેલ દ્વારા પ્રાથમિક શાળાનાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાનાં આચાર્ય, શિક્ષકગણ, કૉલેજના પ્રો,અને સત્ર 1ની વિદ્યાર્થીની જયશ્રીબેન, શર્મિષ્ઠાબેન, વર્ષાબેન, જિજ્ઞાશાબેનની સાથે શાળાનાં બાળકો હાજર રહ્યાં હતાં
પંચમહાલથી અરવિંદ રાવળનો રીપોર્ટ