આજરોજ નડિયાદની સી બી પટેલા આર્ટ્સ કોલેજમાં 2024ના બજેટ સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. જેથી આ સેમિનારનો લ્હાવો લેવા બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી અર્થસાસ્ત્રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ગુજરાતના જાણીતા અર્થસાસ્ત્રી ડો.હેમંત શાહ દ્વારા બજેટ અંગે પોતાની આગવી છટાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, બજેટ કેવું હોવું જોઇએ? બજેટ કોણા માટે? સરકાર આવક ક્યાથી મેળવશે ?અને ક્યાં કેવી રીતે ખર્ચો કરશે? જેવા અને મુદ્દાઓ લઇને વિદ્યાર્થીઓને ઉત્તમ માહિતી પુરી પાડી હતી .
આ સેમિનારને નિહાળવા માટે બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રો.ડો દિલીપ ઓડ દ્વારા અર્થસાસ્ત્રના વિદ્યાર્થી ભરવાડ વિરેશભાઈ, રાવળ સુમિતકુમાર , માછી ઉપેન્દ્રભાઈ, માછી સુનિલકુમાર, વાઘેલા હંસાબેન અને સોલંકી નેહાબેનને નડિયાદની કોલેજ રોડ પર આવેલી સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.આ સેમિનારમાં નડિયાદ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીમિત્રો હાજર રહી બજેટની પદ્ધતિને સમજ્યાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ