ઉનાળાના કાળજાળ ધકધકતા તાપ વચ્ચે ગરમીનું તાપમાન 45 ડિગ્રીએ પહોચ્યું છે.જેના કારણે લોકો ઘરમાં એસી, કુલર,પંખા જેવી વગેરે ઇલેક્ટ્રિક સાધનોથી બચી રહ્યાં છે.એવામાં બહાર ફરતાં રાહદારીઓ અને મજૂરી કામ કરતાં લોકોને તો તાપ માથે લેવા સિવાય કોઇ ઉપાય જ બચ્યો ન હોવાથી તેઓ આ કડકડતો તાપ માથે લઇને મહેનત કરી રહ્યાં છે.જેમને ગરમીથી રાહત આપવા અને શરીરને ઠંડક આપવા સામાજીક કાર્યકર ભદ્રેશભાઇ પાઠક દ્વારા 100 લિટર છાસનું મફતમાં વિતરણ કરાયું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-25-at-3.16.38-PM.jpeg)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાન 45 ડિગ્રીએ પહોચી ગઇ છે.જેથી તાપ ન વેઠાય તેવા લોકો ચક્કર ખાઇને નીચે પડી જતાં હોય છે.વારંવાર લોકોનું ગળુ સુકાયા કરે છે.જેથી ઠંડા પીણાનો ઉપયોગ કરતાં હોય છે.આવી ધકધકકી ગરમીથી લોકો ત્રાહીમામ થઇ ગયા છે. ભરઉનાળે છાયડો લેવા સિવાય કોઇ ઉપાય લોકો પાસે બચતો નથી.આ સમય દરમિયાન વિવિધ સંગઠનો અને સેવાભાવી સામાજિક કાર્યોકરો દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવતી હોય છે.તેવામાં સાવલી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભદ્રેસ પાઠક દ્વારા બરોડા ચોકડી, ડામાજીના ડેરા પાસ, સાવલી બસ સ્ટેશન, સાવલીના મેઇન બજાર અને પાનના ગલ્લાવાળા સહિત રાહદારીઓ અને મજૂરી કામ કરતાં લોકોને 100 લિટર મફત છાસનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી પુણ્યનું કાર્ય કર્યું હતું.