વાપીમાં વિશેષ મેરેથોનનું આયોજન કરવામાં હતુ.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તૈયાર થઇ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ ડાન્સ તેમજ 1 કિલો મિટરથી લઇ 4 કિલો મિટરની દોડ લગાવતી જોવા મળી હતી.જેમાં તમણે ડાન્સ તેમજ દોડ કરવાથી શું ફાયદા થાય તેની માહિતી અભિનેત્રી માનસી તક્ષક દ્વારા આપી હતી.તેથી મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાવવા ઉત્સાહભેર ભાગ લઇ જોડાઇ હતી.
ઔધોગિક નગરી વાપીમાં વિશેષ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે વાપીમાં આ પહેલીવાર વુમન્સ ક્લબ દ્વારા આયોજન કરાતાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં 1 કિલો મીટરથી લઈ 4 કિલો મીટર તેમ અલગ અલગ ભાગમાં દોડ રાખવામાં આવી હતી.આ ઉપરાંત હિન્દી સોંગ સાથે મહિલાઓને ડાન્સ કરાવવામાં આવ્યો હતો.આયોજક સોનાક્ષી ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતી અભિનેત્રી જમણે પઠાણ અને એનિમલ જેવી સુપરહિટ મુવીમાં અભિનય કરી નામના મેળવનાર માનસી તક્ષક પણ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમમાં આસપાસની મળી કુલ 700થ વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.આમ દોડ જેવી અનેક રમતોમાં મહિલાઓ ટ્રેક ટી પહેરીને દોડ લગાવતી હોય છે.પરંતુ આ કાર્યક્રમમાં મહિલાઓ ગુજરાતી પરંપરાગત સાડીઓ પહેરીને દોડ લગાવતી જોવા મળી હતી.