શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એસએસઆઈપી 200 અંતર્ગત કાલોલની એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક એસ.એસ.આઈ.પી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાલોલના પ્રિન્સિપાલ ડોક્ટર કિશોરભાઈ વ્યાસ દ્વારા એસ.એસ.આઈ.પી. યુનિવર્સિટીના કોર્ડીનેટર ડોક્ટર મૌનિક જાની, ડોક્ટર અનુરાગ મિશ્રા, તથા ડોક્ટર હેમેન્દ્રશાહને યુનિવર્સિટીના એસ.એસ.આઈ.પીના મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-06-at-6.34.31-PM-1024x768.jpeg)
આ પ્રોગ્રામમાં સૌપ્રથમ એસજીજીના મીડિયા કન્વીનર ડોક્ટર અજય સોનીએ સૌ મીતી મેમ્બર્સનો પરિચય આપ્યો હતો. વ્યાખ્યાનની શરૂઆત કરતાં ડોક્ટર મૌનિક જાનીએ એસ.એસ.આઈ.પી એટલે માઈન્ડ ટુ માર્કેટનો વિચાર વિદ્યાર્થીને સમજાવ્યો હતો. વિદ્યાર્થીમાં રહેલા અનેક નવા વિચારોએ માત્ર વિચારો ના રહેતા વ્યવહારના સ્તર ઉપર અમલીકરણ કરી શકાય તે માટેનું ઉમદા માર્ગદર્શન એસ.એસ.આઇ.પીના કોર્ડીનેટર ડોક્ટર મૌનિક જાનીએ આપ્યુ હતું, ત્યારબાદ કેમેસ્ટ્રીના પ્રોફેસર ડોક્ટર સાથે વિદ્યાર્થીઓને અનેક નવા વિચારો દ્વારા વર્તમાન સમયમાં જે જે ઉદ્યોગ ધંધા છે તેને ખૂબ ઉદાહરણપૂર્વક છણાવટ કરી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ