એન એસ એસ એ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ અંતર્ગત ભારત સરકારનું એક ઉપક્રમ છે જેમાં ખાસ વિદ્યાર્થી કલ્ચરલ સાયન્ટિફિક અને સામાજિક સેવા માં પોતાનું યોગદાન આપે એ માટે તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટી અંતર્ગત 67 થી વધારે યુનિટના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનો અહેવાલ આ મિટિંગમાં રજૂ કરાયો હતો. ઉપરાંત ગત વર્ષે આયોજિત નેશનલ કક્ષાના ઇન્ટીગ્રેશન કેમ્પનો અહેવાલ પણ રજૂ કરાયો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-06-at-6.31.22-PM-1-1024x576.jpeg)
એડવાઈઝરી કમિટીના સભ્યો દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતાં. યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, કુલ સચિવ અનિલ સોલંકી, ઉપરાંત ગાંધીનગરથી એનએસએસના રિઝનલ ડાયરેક્ટર કમલકુમાર ખાસ જોડાયા હતા. આ એડવાઈઝરી સમિતિના મેમ્બર્સ તરીકે કોલેજોના પ્રિન્સિપાલો, પસંદગી પામેલ અધ્યાપકો, નહેરુ યુવા કેન્દ્રના કોર્ડીનેટર ઉપરાંત એનએસએસના પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ કોઓર્ડીનેટ મયંકભાઈ સૌનો આભાર માન્યો હતો અને આગામી વર્ષ દરમિયાન થનાર પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ