વલસાડ જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દળે વાપી ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી NDPS એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, ડૉ. કરનરાજ વાઘેલા તથા સુરત વિભાગના મેઘા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીરસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે, વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી શબનમ મોહંમદભાઇ સૈયદ, નાયકાવાડ, કચીગામ રોડ, વાપી ખાતે આવેલી તેના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતી હોવાનું જાણમાં આવ્યું હતું. એસ.ઓ.જી. ટીમે રેઇડ કરીને શબનમના ઘરમાંથી ૨.૭૫૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો, જેની કિંમત રૂ. ૨૭,૫૦૦ છે.અપરેમાં, આરોપી પાસે બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેની કિંમત આશરે રૂ. ૧૦,૫૦૦ છે. પોલીસે આરોપી શબનમ વિરુદ્ધ NDPS એકટ, ૧૯૮૫ હેઠળ કલમ ૮(સી), ૨૦(બી)(II) (B), ૨૯ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પો.ઇન્સ. એ.યુ. રોઝ અને એસ.ઓ.જી. સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ