હાલોલ તાલુકાના સાથરોટા ગામે પાકા મકાનની એક દિવાલ ધરાશાઈ થતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.એક બાંધકામ સાઇટ ઉપર છ મહિના પહેલા તૈયાર થયેલા એક પાકા મકાનમાં રસોડાની દીવાલ તૂટી પડતા મકાનમાં રહેતા પરિવારની મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હાલોલના સાથરોટા રહેતા દિનેશ પાસવાનના મકાનની દીવાલ તૂટી પડતા તેમના રસોડામાં કામ કરતા તેમના પત્ની કીરમાંગીબેન ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.દિનેશ ભાઈએ છ મહિના પહેલા વાસ્તુ કરી મકાનમાં ગૃહપ્રવેશ કર્યો હતો.સવારે મકાનના હોલ અને કિચનની બાજુમાં ઉપરના માળે જવાના દાદર પાસે બનાવેલી દીવાલ તૂટી પડતા રસોડામાંચા બનાવી રહેલા દિનેશભાઇના પત્ની ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં બિલ્ડરો દ્વારા રહેણાંક વિસ્તારના મકાનોના કરવામાં આવતા બાંધકામની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ