તાજેતરમાં નડિયાદની સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે આચાર્ય પ્રો .ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી માર્ગ સલામતી સપ્તાહ – ‘સારસંભાળ કાર્યક્રમ’ અંતર્ગત CPR ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ, નડિયાદના ડૉ. મિતેશભાઈ શાહ, ડૉ.ધર્મેન્દ્રભાઈ ચાંદલિયા અને ડૉ.વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી તેઓએ વ્યક્તિને ગંભીર સ્થિતિમાં CPR આપતા પહેલાં શું કરવાનુ, CPR કેવી રીતે આપી શકાય, બાળક, યુવા કે પુખ્તવયના વ્યક્તિને CPR કેવી રીતે અને કેવા સંજોગોમાં આપી શકાય, CPR આપતી વખતે અને ત્યારબાદ કંઈ બાબતો ધ્યાનમાં રાખી શકાય તેની સુંદર માહિતી હતી . ત્યારે ડૉ.મિતેશભાઇ શાહે પ્રક્ટિકલ સ્વરૂપે આપી હતી. ડૉ.વિજયભાઈ પટેલે વિદ્યાર્થીઓને CPR આપતા પહેલાં કઈ બાબતોની કાળજી રાખવી તે સમજાવ્યું હતું. આચાર્યએ સમાજસેવાના સંદર્ભમાં મેળવેલી આ ટ્રેનીંગમાં કોઇ વિદ્યાર્થી સફળપણે કોઇ વ્યક્તિને CPR આપીને બચાવશે તો, કૉલેજ દ્વારા તેવા વિદ્યાર્થીને સન્માનિત કરશે તેવી ઘોષણા કરી, સમાજસેવાના સંદર્ભમાં ઉદાહરણ આપ્યા હતા. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તથા NSS પ્રોગ્રામ ઑફિસર ડૉ. પ્રકાશભાઇ વિછીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. ડૉ. અર્પિતાબેન ચાવડાએ ઉપસ્થિત આભારવિધિ વ્યક્ત કરી હતી.