વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓએ મૃતક પરિવારજનોને મળી સાંત્વના આપી
સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો ગરમાયો છે.આ મામલે મૃતકના પરીવારજનો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કાલે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓ એ આજે મૃતકના પરિવારને મળી સાંત્વના આપી હતી.અને મૃતકના પરિવારને ન્યાય અપાવવા કાલે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
પુષ્પક બારમાં મિત્રો સાથે ખાવા પીવા ગયેલ સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી જે ઉગ્ર બનતા બબાલમાં સંદીપ ધોડીની થઈ હતી હત્યા હતી.જેને લઇ અનંત પટેલ અને મૃતકના પરિવારે ચાર માંગ કરી છે.જેમાં મૃતકના પરિવારના ભરણપોષણ માટે 50 લાખની માંગ આ મામલામાં બાર માલિક સહિત આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસીટી હેઠળ કાર્યવાહી થાય તેવી માગં કરી છે.પુષ્પક બારના માલિક વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી, પુષ્પક બારનું લાઈસન્સ કાયમી માટે રદ થાય તેવી પણ માંગ કરી છે.કાલે સંજાણ બંધમાં સ્થાનિક લોકો પણ મૃતકના પરિવારને ન્યાય અપાવવા સંજાણ બંધમાં જોડાઈ અને બંધને સફળ બનાવે તેવી માંગ કરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ