પાછળથી આવતું કન્ટેનર યુવતી પર ફરી વળતાં યુવતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
આજે સવારે સેલવાસ-નરોલી બ્રિજ પાસે એક અકસ્માતમાં સ્કૂટી ચલાવતી યુવતીનું મોત નિપજ્યું. ઘટનામાં જાણવા મળ્યું કે રસ્તા પર ફેલાયેલી કપચીના કારણે યુવતીની સ્કૂટીના ટાયર સ્લીપ થઈ ગયા, જેના કારણે તે પડી ગઈ અને પાછળથી આવતા કન્ટેનરના ટાયર નીચે આવી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, રસ્તાની ખરાબ સ્થિતિ અને તેની પર પડેલી કપચી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની. યુવતીના સ્કૂટરના ટાયર નીચે કપચી આવી જતા તે સ્લીપ ગઈ અને કન્ટેનરના ટાયર નીચે આવી ગઈ. ટ્રક ચાલકને કંઈ સમજાય તે પહેલાં જ યુવતીનું મોટ નિપજ્યું હતું.પ્રદેશમાં રસ્તાઓના નિર્માણના કામ ધીમી ગતિએ ચાલતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. અડધા બનાવેલા અને ખરાબ રસ્તાઓએ અનેક સ્થળોએ અકસ્માતો થાય છે.વાહન ચાલકો રસ્તાની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ પ્રશાસન તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ