
Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન કર્યું, રક્તદાન કેમ્પમાં 114 યુનિટ રક્ત એકત્ર થયુંતારીખ 23 માર્ચ 2025ના આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 114 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ સંગીત, ઉદ્યોગ, પર્યાવરણ, રમતગમત, આરોગ્યક્ષેત્રે, મીડિયાક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવો, સંસ્થાને આયુષ હોસ્પિટલ પરિવાર દ્વારા Capt. Anil G. Deo અને Mrs. Mohini Deo ની યાદમાં “Aayush Honours” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરી, સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સલવાવના કપિલ સ્વામી, DySP બી. એન. દવે, ડિરેક્ટર અને સાઈટ મેનેજર, બાયર વાપી પ્રા. લી. ના શ્રીમતી ગીતા નારાયનન, પ્રેસિડેન્ટ, ઇસ્કોન -મીરાં રોડ અને વાપીના એચ. એચ. ભક્તિ પદ્માસ્વામી મહારાજ હાજર રહ્યા હતા. જેઓના હસ્તે “Aayush Honours”એવોર્ડ એનાયત કરાયા હતાં.”Aayush Honours” એવોર્ડ સન્માન સત્કાર સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સતીશભાઈ ઝવેરીને આપવામાં આવ્યો હતો.

ઉદ્યોગ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્ર માટે શ્રીમતી હોમાઈ એન્જીનીરને, પત્રકારત્વ અને મીડિયા ક્ષેત્રમાં દિવ્ય ભાસ્કર મીડિયા હાઉસને, ભારતના સંગીત ઉદ્યોગમાં સુપ્રસિદ્ધ યોગદાન માટે બુર્જોર ‘બુજી’ લોર્ડને, સ્ટાર્ટઅપ અને નવીનતા માટે ડૉ. પવન અશોક સુકલાને, આરોગ્યના પ્રમોશન, જાળવણી અને પુનઃસ્થાપન માટે ડૉ. ડોલર જોશીને, પર્યાવરણીય જાગૃતિમાં અનુકરણીય પ્રયાસો માટે ડૉ રાધાકૃષ્ણ નાયરને, રમતગમતની સિદ્ધિ અને વિકાસ માટે મીત દર્પણ દેસાઈ સહિત અલગ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર કુલ 8 એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનું સફળ સંચાલન પાર્થિવ મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉદ્યોગપતિઓ, ડૉક્ટર ફેર્ટિલિટી, બ્લડ ડોનર્સ, શુભચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં 114 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકા ના કમિશ્નર યોગેશ ચૌધરીએ પણ રક્તદાન કરી રક્તદાન અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
વલસાડ થી આલમ શેખ..