પંચમહાલ જીલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 પર ઉભી રહેલી કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બામાંના શૌચાલયમાંથી અંદાજીત દોઢ માસનું બાળક મળી આવ્યું હતું તાત્કાલિક પોલીસને આ મામલાની જાણ કરી હતી. હાલ આ બાળકને સારવાર આપવામાં આવી રહી છે. આ બાળક કોણ મુકી ગયું કેમ મુકી ગયું સહિતના અનેક સવાલોએ તર્કવિતર્ક જગાવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર-1 પર વડોદરા -કોટા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના ડબ્બામાના શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. કોઈ મુસાફરને આ વાત ધ્યાને જતા તપાસ કરતા એક ચેનવાળા થેલામાં એક બાળક રડી રહ્યું હતું. આ મામલે તાત્કાલિક રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકને શીચાલયમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળકને રેલ્વેટેનમાં કોણ છોડી ગયું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. છોડીજનારા માતા-પિતા પર ફિટકાર પણ વરસાવાઈ રહ્યો છે. હાલ બાળકને ગોધરા સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. બાળક હાલ સ્વસ્થ હાલતમાં છે આ મામલે પોલીસ સ્ટેશને બાળકને મુકી જનારા સામે ગુનો પણ નોંધાયો છે. પોલીસ દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ