ઉમરગામમાં ACBની ટીમે ઇલેક્ટ્રિક કોન્ટ્રકટરને 12,300ની લાંચ લેતાં ઝડપી પાડયો

ઉમરગામ તાલુકામાં 2 પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ એન્ટી કરાપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળતા મેળવી છે. જેમાં ACBની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) ઉમરગામ ના નાયબ કાર્યપાલક ઈજનેર ના નામે 12,300ની લાંચ માંગનાર ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાને ઝડપી પાડ્યો છે.

ઉમરગામ ગાંધીવાડી રોડ પર DGVCL ઓફીસ નજીક આવેલ કવિતા ઈલેક્ટ્રીકલની ઓફીસમાં વલસાડ ACB એ ગોઠવેલ છટકામાં દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલા નામના ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટરને 12,300 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.લાંચના આ ગુનાની ACB એ આપેલી વિગત મુજબ એક ફરીયાદીએ તેઓનાં પ્લોટમાં બે વર્ષ માટે કામ ચલાવ વીજ મીટરનું કનેશન લેવાનું હતું. જે માટે તે DGVCLની કચેરી, ઉમરગામ ખાતે ઓન લાઈન અરજી કરવા માટે ગયા હતાં. જ્યાં ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાએ તેઓની અરજી ઓન લાઈન કરવા માટે કાયદેસરનું કોટેશન/ફી રૂા. 22,690/- ની થતી હોય, તે ફી તથા તે સિવાયના DGVCL ઉમરગામનાં નાયબ કાર્યપાલક ઈજનેરના નામે રૂા. 12,300/- ની લાંચની માંગણી કરી હતી.આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદ આઘારે વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને ટ્રેપીંગ અધિકારી એસ. એન. ગોહિલે ACB સુરતના મદદનીશ નિયામક આર. આર. ચૌધરી ના સુપર વિઝનમાં સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.ઉમરગામમાં ગાંધીવાડી રોડ પર DGVCL ઓફિસ નજીક જ પોતાની કવિતા ઇલેક્ટ્રીકની ઓફિસમાં લાંચીયા કોન્ટ્રકટરે ફરિયાદીને પૈસા લઈને બોલાવ્યો હતો. જ્યાં ACB એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરિયાદીને આરોપી મળ્યો હતો. અને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 12,300 સ્વીકાર્યા હતાં. જે સાથે જ ACB ની ટીમે આરોપીને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *