દમણ ટાઉન વિસ્તારમાં ડ્રેનેજ લાઈનના કામ પૂર્ણ થયા બાદ માત્ર કપચીઓ નાખીને પુરી દેવામાં આવેલા ખાડા ભારે વરસાદના કારણે ભારે વાહનો માટે જોખમ પુરવાર થઇ રહ્યા છે.વિસ્તારના કેટલાક રસ્તાઓ પર ડ્રેનેજ લાઈનના કામને પગલે રોડની વચ્ચે ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ કામ પૂરું થતાં આ ખાડા માત્ર કપચીઓ નાખીને પુરવામાં આવ્યા હતા. વરસાદી માહોલમાં રસ્તાના ખાંડામાં કપચી નાંખીને તેમની પોલ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીંયાથી પસાર થતાં એક ટેમ્પાના પાછળનું ટાયર એકાએક જમીનમાં ઉતરી પડતાં તંત્રની લાલિયાવાડીના દર્શન સ્થાનિકોને કરાવ્યાં હતાં.
આજ રોજ સુરતના પલસાણાથી ચીઝ ક્રીમનો જથ્થો ભરીને દમણમાં ખાલી કરવા આવતો એક આયશર ટેમ્પો નંબર GJ19Y5154નો ચાલક, દમણ ટોકીઝ સામેના રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. અચાનક, ટેમ્પાનું ટાયર કપચીઓ ભરેલા ખાડામાં ફસાઈ ગયું. ટેમ્પો ડ્રાઈવરે ઘણાં પ્રયત્ન કર્યા પણ ટાયર બહાર નીકળી શક્યું નહીં. અંતે, ક્રેન મંગાવીને ટેમ્પોને ખાડામાંથી બહાર કાઢવો પડ્યો.”આ ઘટના બાદ માર્ગ થોડો સમય માટે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં, ક્રેનની મદદથી ટેમ્પોને ખાડામાંથી બહાર કાઢીને માર્ગ ફરીથી ખોલવામાં આવ્યો.જોકે, હવે પ્રશ્ન એ છે કે તંત્ર આ ખાડાઓને ક્યારે યોગ્ય રીતે પુરશે?Cup, અને સ્થાનિક લોકોની મંગણી છે કે ખાડાઓને સિમેન્ટ અથવા આસ્ફાલ્ટ વડે યોગ્ય રીતે પુરવામાં આવે જેથી આવા અકસ્માતો અટકી શકે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ