રાજકોટ ગેમિંગ ઝોનમાં બનેલી અગ્નિકાંડ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં પોકાર પાડી દીધો છે.જેને લઇ મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી સ્થળ પર દોડી આવ્યાં હતાં.ઘટનાની યોગ્ય તપાસ કરતાં બે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, બે R&B વિભાગના ડેપ્યુટી એન્જિનિયર,બે આસિસ્ટંટ એન્જિનિયર, આસિસ્ટંટ ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-27-at-9.46.39-AM.jpeg)
TRP ગેમઝોન અગ્નિંકાંડની તપાસ ક્રાઇમ બ્રાંન્ચને સોંપવામાં આવી છે.સંયુક્ત પોલીસ કમીશનર વિધિ ચૌધરીના નેજા હેઠળ આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંન્ચની ટીમો બનાવવામાં આવી છે.ઝોન 2 DCP સુધીર દેસાઇ અને ડીસીપી ક્રાઇમ તપાસના સભ્યો હશે.ગુજરાત હાઇકોર્ટે ગેમ ઝોનની આગની ઘટનાની કવાયત હાથ ધરી.રાજ્યના 4 મોટા શહેરો જેમાં વડોદરા, રાજકોટ, સુરત, અને અમદાવાદમાં બનેલા ગેમ ઝોનના રીપોર્ટ મંગાવ્યાં હતાં.આમ ચાર શહેરોની નગરપાલિકાઓ આજે તમામ રીપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરશે.ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઇ કેસની સુનાવણી.જેથી આ ચકચાર મચાવનાર ઘટનાને લઇ વકીલોએ પહેલા જ આરોપીઓના કેસ લડવાની ના પાડી દીધી છે.