રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનું તાપમાન વધી રહ્યું છે.જેના કારણે લોકો તડકાથી બચવા વૃક્ષ, બસ સ્ટેશન,સોપિંગ મોલની જેમ જે જગ્યાએ છાયડો મળે ત્યાં લોકો થંભી તડકાથી બચતાં જોવા મળતાં હતાં.અને હવા માટે એસી,કુલર અને પંખાનો ઉપોયગ કરીને ઘરમાં જ બપોરનો સમય વિતાવતાં હતાં.અને આવી કાળજાળ ગરમીના કારણે લોકોને ગરમી ન વેઠાતાં મૃત્યુ પણ થવાના આંકળાઓ સામે આવી રહ્યાં છે.તેવામાં હવે રાહતના સમાચાર આવ્યાં છે.
કેરળમાં ચોમાસાનું આગમનની સાથોસાથ વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદનું આગમન થઇ ચુક્યું છે.આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે આંધી-વંટોળ સાથે પ્રિ-મોન્સુનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.અને રાજ્યના વિવિધ ભાગોમાં 4 જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતાં છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો, જંબુસર પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દોળકા, કચ્છમાં ગાજવીજ સાથે પ્રિ-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે.