રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.ત્યારે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકાની સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પડવાથી શહેરોમાં પુર જેવી સ્થિતી ઉભી થયેલી જોવા મળી હતી. જેના કારણે અનેક વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ધમધમાટી બોલાવશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે.બંગાળના ઉપરવાસમાં વરસાદી માહોલ થતાં રાજ્યના જે વિસ્તારમાં પાણી નહિવત પ્રમાણે છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે.23/24 જુલાઇના દિવસે અમદાવાદ, ગાંધીનગર,પાટડી, દસાડા, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના ભાગોમાં 3 ઇંચ વરસાદ પડી શકે છે.ત્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 7 ઇંચ જેટલે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.