ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ હાજરી આપી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
સવારે જ શરૂ થયેલા આ વરસાદે ઉમરગામમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ પેદા કરી છે. વરસાદના જોરથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર રસ્તાઓ પર લઇને પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે તો બીજીબાજુ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ભિતી ઉભી થઇ છે. જેના પગલે લોકોના મનમાં ચિંતાનો વિષય ઉભો કર્યો છે.ત્યારે ઉમરગામ વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સુરક્ષિત જગ્યાએ રહે અને અનાવશ્યક પ્રવાસ ન કરે. હવામાન ખાતાના અહેવાલ મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ સતત ચાલુ રહેવાની શક્યતા છે, તેથી દરેકે સાવચેતી રાખવી જરૂરી છે.રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ પોતાના પ્રકોપ બતાવી દીધો છે, અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજુ વધારે વરસાદ પડી શકે છે.મેઘરાજાની આ રમઝટને કારણે ખેતીવાડી અને નદીના કિનારા પાસેના વિસ્તારોમાં વિશેષ સાવધાની રાખવાની વિનંતી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ