-જામકંડોરણામાં મોટી સંખ્યામાં જનતા બેસી શકે તે માટે તડામાર તૈયારીઓ
દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આગામી તા.૨૭ એપ્રિલના રોજ જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધન માટે અમિતભાઈ શાહ આવી રહ્યા છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમિત શાહ જામકંડોરણા આવી રહ્યાં છે તેને લઇ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.જેમાં 700થી વધુ પોલિસ બંદોબસ્ત,11 પી.આઇ,41 પી.એસ.આઇ,અને ફાયરબ્રિગેડ તેમજ મેડિકલની ટીમ ખડેપગે રહેશે.ત્યારે લોકો આરામથી બેસી શકે તે માટે ખુરસીઓની વ્યવસ્થા અને ગરમીમાં કોઇની તબિયત લથડી ન પડે તે માટે મેડિકલ અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ પ્રસંગે આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા,જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો,મહિલા મોરચા અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહેશે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ