-અમિત શાહઃકોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવામાં એક્પોર્ટ છે, ત્રીજી ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખવાનું કામ કરશે મોદી
પંચમહાલ જીલ્લાના ગોધરા લુણાવાડ઼ા રોડ ખાતે આયોજીત વિજય સંકલ્પ યાત્રામા આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. મંચ પર આવતા બિરાજમાન સૌ કોઈએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તેમના ભાષણમાં મોદી સરકારમાં કરવામા આવેલી ઉપલબ્ધિ તેમજ આગામી 3 ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખવાની વાત કરી હતી.
હુ ઘણા સમય પછી ગોધરા આવ્યો છુ,ગોધરાકાંડમા અવસાન પામેલા હુતાત્માઓને યાદ કર્યા હતા અને તેમને શ્રધ્ધાજંલી આપી હતી.તેમને વધુમા જણાવ્યુ હતુ કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું પણ આ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને ભટકાવતી રહી હતી.અમે જાહેર કર્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર ત્યાં જ બનશે અને અમે બનાવી દીધું.જ્યારે અમે કહેતા હતા 370 ની કલમ હટાવીશું.ત્યારે અમારી મજાક ઉડાવતા હતા 370નું બિલ લઈને ઉભો થયો ત્યારે રાહુલ બાબા ઉભા થયા 370ની કલમના કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે.પાંચ વર્ષ થઈ ગયા.370ની કલમને હટાવી જોઈતી હતી.પણ 70 વર્ષથી કોંગ્રેસ કલમને દત્તકપુત્રની જેમ રાખતી હતી.કોગ્રેસની સરકારોના વખતમાં ત્રાસવાદીઓ ઘુસી જતા હતા.જેને અમે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને ત્રાસવાદીઓનો સફાયો કર્યો છે.કોંગ્રેસ જુઠાણા ફેલાવા માટે એક્સપર્ટ છે.યુસીસીનો કોઈ કાયદો આદિવાસીઓના કાયદાને અસર નહી કરે.એસટી,એસસી,ઓબીસીની અનામત હટાવાની કોઈની તાકાત નથી.અને અમે અનામત હટાવાની વાત નથી કરી.પંચમહાલમા વિકાસના કામો થયા છે.ભારતમાલા પ્રોજેક્ટ અંતગર્ત દિલ્લી મુબંઈ હાઈવે આ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે.પાવાગઢ મહાકાલી માતા મંદિરના શિખરનુ પુનઃ નિર્માણ કરી ધજા ચઢાવી,ગોધરામા મેડીકલ કોલેજ, નલ સે જલ યોજના, શૌચાલય, આરોગ્ય સુવિધાઓ આપી છે. દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે.ત્રીજી ટર્મમા વિકસીત ભારતનો પાયો નાખવાનુ કામ મોદી સાહેબ કરશે.2047માં નં-1 દેશ બને તેવા દેશની રચના કરવાની વાત કરી હતી.આ વિજય સંકલ્પ યાત્રામાં ભાજપના કાર્યકરો,વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ