ઈડર તાલુકાના જાદર પંથકમા તાલિબાની શાસન જેવો માહોલ : અનુસૂચિત જાતિના યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને આખા ગામમા ફેરવી ઢોર માર મારતા ફરિયાદ

કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેમ ચડાસણા ગામના અનુસૂચિત જાતિના યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને આખા ગામમા ફેરવી ઢોર માર મારતા ફરિયાદ

અનુસૂચિત જાતિના યુવકને નગ્ન કરી ઢોર માર મારતા સમગ્ર પંથકમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા

પોલીસે આશરે ૧૫ થી ૧૬ લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી

અનુસૂચિત જાતિના યુવકને નગ્ન કરી ઢોર માર મારતા અનુસુચિત સમાજમા રોષ



સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનની હદમા આવતા એક ગામના અનુસુચિત જાતિના યુવકને મહિલા મુદ્દે ગ્રામજનોએ પકડી પાડી તાલિબાની સજા અપાતા આ ઘટનાના સમગ્ર વિસ્તારમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જ્યારે આ અંગે એસ.સી-એસ.ટી સેલના ડી.વાય.એસ.પી એ તપાસ હાથધરી હોવાનુ અને આશરે ૧૫ થી ૧૬ જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરી હોવાનુ જાણવા મળ્યુ છે જ્યારે દલિત યુવકને નગ્ન કરી ઢોર માર મારતા અનુસૂચિત સમાજમા રોષ ફેલાયો છે



આ અંગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમા આવેલ એક ગામની મહિલા તેમજ એક ગામનો યુવક સાથે મજૂરી કામ કરતા હોવાથી તારીખ ૧૧ માર્ચ ૨૦૨૫ ના રોજ યુવક મહિલા ને મળવા ગયો હોવાની જાણ મહિલાના ગામના લોકોને થતા તેઓ યુવકને શોધતા શોધતા ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ એક કોલ્ડ સ્ટોરેજ ખાતે પહોંચી ગયા હતા અને યુવકને મારતા મારતા ગામમા લઈ ગયા હતા અને અનુસૂચિત જાતિના યુવકને ગ્રામજનોએ અડધી રાત્રે નગ્ન કરીને આખા ગામમા ફેરવી ઢોરમાર મારી તાલિબાની સજા કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ જેનો વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર વિસ્તારમા પડ્યા હતા જ્યારે યુવકને માર મારવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ યુવકને સારવાર અર્થે હિમતનગરની હોસ્પિટલમા ખસેડ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ આટલી ગંભીર ઘટના પ્રકાશમા આવી હોવા છતાં જાદર પોલીસ સમગ્ર મામલે અજાણ હોવાનુ રટણ કરી રહી હોવાથી પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે પરંતુ મોડે મોડે જાદર પોલીસ જાગતા તેઓએ સમગ્ર મામલે ઘટના સ્થળની તપાસ કરી હતી ત્યારે જે કોલ્ડ સ્ટોરેજમા ઘટના બની હતી તે સ્થળ ઈડર પોલીસ સ્ટેશનની હદમા આવતુ હોવાથી સમગ્ર મામલો ઈડર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ઈડર પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને આશરે ૧૫ થી ૧૬ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી ત્યારે આ સમગ્ર મામલે એસ.સી-એસ.ટી સેલના ડી.વાય.એસ.પી કુલદીપ નાયી તપાસ કરી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે

કુલદીપ નાયી,  ડી.વાય.એસ.પી.
એસ.સી-એસ.ટી સેલ – સાબરકાંઠા


આ સમગ્ર મામલે જાદર પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર ઊંઘતુ ઝડપાયુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે અને હોળીના તહેવારો ટાણે યુવકને અર્ધ નગ્ન અવસ્થામા અડધી રાત્રે ગામમા ફેરવતા પોલીસ સામે પણ પડકાર ઊભો થયો છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.

સાબરકાંઠા ઇડર થી રાજ ચાવડા

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 3 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *