મહીસાગર જિલ્લામાં આવેલી સી.એન્ડ.એસ.એચ દેસાઈ આર્ટસ એન્ડ એલ.કે.એલ.દોશી કોમર્સ કોલેજ બાલાસિનોર ખાતે એન.એસ.એસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સી.બી પટેલ આર્ટસ કોલેજ, નડિયાદના ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ.કલ્પના ત્રિવેદી દ્વારા કોલેજમાં એન.એસ.એસનું મહત્વ, એન.એસ. એસમાં જોડાયેલા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ કરતાં વિશેષ શું જાણવા મળે છે તે જણાવી,વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
બાલાસિનોર વિદ્યા મંડળ તરફથી મંડળના પ્રતિનિધિ કુંવરજીભાઈ ભરવાડ, સંસ્થાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પી. માછી સંસ્થાના બંને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપ ઓડ અને પ્રા.સેજલ ગામિત તેમજ સંસ્થાના અધ્યાપક મિત્રો મોટી સંખ્યામાં એન.એસ.એસ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. આર.એસ. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપ ઓડ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ