તંત્ર એક્સન મોડમાં આવી જેનાં મકાન માલિક પાસે પુરાવા નહીં તેમનાં મકાને બુલડોઝર ફેરવ્યું
શહેરા તાલુકાના ઉજળા ગામે ગામતળની જમની પર આશરે 26 જેટલા ભરવાડ સમાજના ઘરો આવેલા છે.જેના પર પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જેથી આ નોટિસના આધારે તંત્ર સ્થળ પર દોડી આવી બની બેઠેલા મકાન માલિકો પાસે ઘરના કોઇ યોગ્ય પુરાવા નહીં મળતાં એકાએક બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરી.
ઉજડા ગામના સરપંચ દિલીપ મહેરાએ અંદાજિત 20 વર્ષથી ભરવાડ સમાજના લોકો ગેરકાયદેસર રહે છે જેની જાણ થતા તેમણે શહેરા તાલુકા વિકાસ અધિકારીને નોટીસ આપતાં તેઓ સ્થળ પર દોડી આવી તેમણે મકાન માલિકો પાસે ઘર બચાવવા માટે યોગ્ય પુરાવાઓ રજૂ કરવા કહ્યું હતું, પરંતુ કોઇ મકાન માલિકે યોગ્ય પુરાવા રજૂ ન કરતાં 26 સે 26 પાકા મકાનો પર બુલડોઝર મારી દેવાની કવાયત હાથ ધરી હતી.જેથી કેટલાક લોકોએ સ્વૈચ્છિકપણે ઘર ખાલી કર્યાં તો કેટલાકને ઘરની બહાર કાઢીને મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ કવાયત હાથ ધરવા નાયબ કલેક્ટર ,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસની ટીમ, તલાટી અને સરપંચ હાજર રહી, સરકારી જમીન પર હક જમાવી બની બેઠેલા ભરવાડ સમાજના પરિવારોના મકાન તોડી પાડવાની કામગીરીમાં હાજર રહ્યાં હતાં.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ