દેશમાં શક્તિ અને આરાધના ના પર્વ એના નવરાત્રિના તહેવારના રંગેંચગે પ્રારંભ થઈ ગયો છે. નવનવ દિવસ માતાજીના પુજા અર્ચન આરતી કરીને નવનવ દિવસ ગરબાની રમઝટ જામશે.પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા ભારતમા આવેલી 52 શક્તિપીઠ પૈકીની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રી શરૂ થતાં જ ભાવિકોનુ ઘોડાપુર ઉમટ્યુ હતુ.સવારે ચાર વાગે મંદિરના પ્રવેશ દ્વારા ખોલવામા આવતા જય મહાકાલીના ગગનભેદી જય ઘોષ સાથે પરિસર ગુંજી ઉઠ્યું હતુ. સાથે મંગળા આરતી પણ કરવામા આવી હતી. ભાવિકોના ધસારાને લઈને પંચમહાલ પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રીના નવરાત્રી શરૂ થતાં જ લાખોની સંખ્યામા ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. કાલિકા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નિજ મંદિરના દ્વારા 4.00 વાગે ખોલી દેવાયા હતા. સવારના મંગળા દર્શનનો લ્હાવો લેવા રાત્રે પહોંચેલા માઇભક્તોએ માતાજીના જયકારા સાથે મંદિરમાં પ્રવેશતા જ મંદિર ગુંજી ઉઠ્યું હતું.મધ્યરાત્રીએ જ ભાવિકો તળેટીથી માંચી ખાતે પહોચ્યા હતા અને ત્યાથી રેવા પથના માર્ગે મંદિર તરફ ચાલીને પહોંચ્યા હતા.માઈભક્તોએ માતાજીનો જયકારો કરતા મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રી કાલિકા મંદિર તંત્ર પણ સજ્જ બન્યુ છે. ગુજરાત તેમજ રાજસ્થાન,મધ્ય પ્રદેશ ,મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામા ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. પાવાગઢ પર્વત પર મહાકાલી બિરાજે છે.મંદિર સુધી પહોચવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામા આવી છે. ભાવિકોની ની સુરક્ષા અને સલામતી ને ધ્યાન માં લઈને પોલીસ કર્મીનો બંદોબસ્ત ખડકી દેવાયો છે. જુદા પોઇન્ટ બનાવી વિડ્યો ગ્રાફી કરી યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.જયારે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તો ને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે માટે ની સગવડ ઉભી કરવામાં આવી છે તે ઉપરાંત માઇ ભક્તો ની સુરક્ષા અને સલામતી ના ભાગ રૂપે પ્રાઇવેટ સિક્યુરિટી તેમજ સિસિટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. નવનવ દિવસ સુધી ભાવિકો પાવાગઢ ખાતે આવીને દર્શનનો લાભ લેશે. પાવાગઢ ખાતે ધંધો રોજગાર કરતા વેપારીઓ પણ સારી એવી ઘરાકી થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ