વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા નગરપાલિકા સભ્ય થોડા દિવસ પહેલા વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીને કોંગ્રેસમાંથી BJPમાં જોડાયા હતા.આજે ઉમરગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો એક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહિલા સભ્યએ ઘરવાપસી કરી હતી.
ઉમરગામ નગર પાલિકાના વોર્ડ ન.3ના કોંગ્રેસના સિમ્બોલ ઉપર નગર સેવક તરીકે ચૂંટાયેલા નયનાબેન ડુબલા ગત ગુરુવારે ભિલાડ ખાતે નરેશભાઈ વળવી સાથે વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીને ઉમરગામ નગર પાલિકાના વોર્ડ ન.3ના વિકાસના કામોને વધુ વેગ આપવા માટે કોંગ્રેસ છોડી કનુભાઈ દેસાઈના હસ્તે નયનાબેન ડુબલાએ કેસરિયો ખેસ ધારણ કરીને BJPમાં જોડાયા હતા. આજે ઉમરગામ નગર પાલિકા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો સાથે એક બેઠકમાં નયનાબેન ડુબલાએ BJPને 2 દિવસમાં અલવિદા કહી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. નયનાબેને અચાનક કોંગ્રેસમાં ઘર વાપસી કરતા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો કોંગ્રેસ અને BJPમાં કામ કરવાના મુદ્દે મુંઝવણમાં મુકાયા હતા. ભાજપમાં જોડાયા હતા, બે દિવસમાં જ પુનઃ કોંગ્રેસમાં જોડાયા