ગોધરા તાલુકાના સાંરગપુર ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામા આવી હતી. જેમા આર્યુવેદ તેમજ હોમિયોપેથિક ચિકિત્સા પધ્ધતી વિશે માહિતી આપવામા આવી હતી.સાથે રોગપ્રતિકારક ઉકાળાનુ પણ વિતરણ કરાયુ હતુ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર ,તથા પંચકર્મ મણીબેન અમૃતલાલ હરગોવનદાસ સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા તા-ગોધરા દ્વારા પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત સારંગપુર પ્રાથમિક શાળા ખાતે બાળકોને પોષણ ક્ષમ આહારની સમજૂતી આપવામાં આવી તથા આયુર્વેદ અને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ અને સ્વચ્છતા અંગેની સમજૂતી આપવામાં આવી તથા બાળકોને ઋતુજન્ય રોગ પ્રતિરોધક ઉકાળો તથા હોમિયોપેથીક દવા આરસેનીક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું. ગામમાં આવેલ આંગણવાડીની મુલાકાત લઈ કુપોષિત બાળકોને તપાસ કરી ધાત્રી માતા કિશોરીઓને સ્વચ્છતા, સ્તનપાન ,પોષણ અંગેની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમા ડૉ સુનિતા એમ ઠકકર અને ડૉ યામિની વી બારીઆએ આપી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ