ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 20 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા જે પૈકીના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો મામલતદાર કલ્પનાબેન પટેલ દ્વારા નિયમ અનુસાર નિકાલ લાવતા અરજદારોએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મામલતદારની કામગીરીને બિરદાવી તેઓનો આભાર પ્રગટ કર્યો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240926-WA0015.jpg)
જ્યારે અન્ય કેટલાક પડતર પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગને જાણ કરી સમય મર્યાદામાં તેનો નિકાલ કરવા માટે જણાવ્યું હતું. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભરાતા હાટ બજાર ને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા રવિવારના રોજ ડોક્ટરો ઉપલબ્ધ ન રહેતા દર્દીઓ વેચવી પડતી તેમજ અન્ય એક રસ્તા બાબતે અરજદાર રમણભાઈ સુરતીએ રજૂઆત કરી હતી
વાપીથી આલમ શેખનો રીપોર્ટ