પંચમહાલ લોકસભા બેઠક માટે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર શેલેષ ઠાકરે એકાએક ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી ભાજના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને સમર્થન કરવાનો નિર્ણય લેતાં ભારતિય જનતા પાર્ટીના મતદાનમાં ફાયદો થશે તેવું જોવા મળી રહ્યું છે. શરુઆતમાં શૈલેષ ઠાકરે ભાજપ પક્ષમાંથી ચૂ્ટણી લડવા માટે ટિકિટની માંગ કરી હતી. પરંતુ તેમણે ભાજપ પાર્ટીમાંથી ટીકિટ ન મળતાં તેમણે બહુજન પાર્ટીમાંથી ટિકીલ લઇ ચૂંટણી લડવાની વાત કરી હતી. પરંતુ એકાએક રાતમાં વિચારમાં બદલાવ આવતાં તેમણે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા શૈલેષ ઠાકરે એકાએક ઉમેદવારી ફોર્મ પાછુ ખેચવાનો નિર્ણય લીધો છે.

ભાજપમાંથી લોકસભાની ટીકીટ માટે દાવેદારી કરનારા શૈલેષ ઠાકરને ટીકીટ નહી મળતા તેમને બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોધાવી હતી.પંચમહાલ ભાજપ વર્તુળમાં પણ ગણગણાટ થઈ ગયો હતો.આ મામલે પંચમહાલ જીલ્લા ભાજપના નેતાઓએ શૈલેષ ઠાકર અને તેમના સમર્થકો સાથે પંચમહાલ ભાજપના નેતાઓએ એક બેઠક કરી તેમની માંગણીઓને સંતોષવાની ખાતરી આપી હતી. આખરે તેઓ માની જતા ઉમેદવારી ફોર્મ પાછુ ખેચી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને સમર્થન કરવાનો નિર્ણય નિર્ણય લીધો હતો.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ