વાપીમાં બજાજ મોટર્સ દ્વારા વર્લ્ડ ફર્સ્ટ CNG બાઇક ફ્રીડમનું લોન્ચિંગ કર્યું

વાપીમાં આવેલ બજાજ ઓટોની ડિલરશીપ ધરાવતા આકાર મોટર્સ ખાતે 6 ઓગસ્ટ 2024ના વર્લ્ડ ફર્સ્ટ CNG બાઇક બજાજ ફ્રીડમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 7 ગ્રાહકોને તેની ડિલિવરી આપવામાં આવી હતી. લોન્ચિંગના દિવસે ઉપસ્થિત ડિલર્સ, કર્મચારીઓ, બાઇક શોખીન ગ્રાહકોની ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી બજાજ ફ્રીડમ-125 ના ત્રણ વેરિયન્ટનું લોન્ચિંગ કરાયું હતું.

બજાજ ઓટોની બજાજ ફ્રીડમ-125 બાઇકની વિવિધ ખાસિયત અંગે આકાર મોટર્સના ઓનર કુંજલ શાહે જણાવ્યું હતું. કે, આ બાઇકની સેફટીને લઈ તેના 21 સેફટી ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. બજાજ ફ્રીડમ એ વિશ્વની પ્રથમ CNG બાઇક કમ પેટ્રોલ બાઇક છે. જેમાં 2 લીટર ની ગેસ ટેન્ક અને 2 લીટર ની પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે. ફયુઅલ કાર્યક્ષમતા ઉપરાંત મોનો-લિન્ક્ડ ટાયર સસ્પેન્શન્સ, લાંબી અને ક્વિલ્ટેડ સીટ, એલઈડી હૅડલેમ્પ્સ, ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ફ્રીડમ 125 રાઈડરને આરામદાયક સફરનો અનુભવ કરાવે છે.આ બાઇક ફ્યુલ ઇકોનોમી છે. જો માત્ર CNG પર આ બાઇક ચાલવામાં આવે તો તેનો કિલોમીટર દીઠ ખર્ચ માત્ર 75 પૈસા છે. અને CNG-પેટ્રોલ બન્ને પર ચલાવવામાં આવે તો કિલોમીટર દીઠ 1 રૂપિયાનો ખર્ચ છે. પેટ્રોલ-CNG બન્ને ફ્યુલ પર બાઇક કુલ 330 કિલોમીટરની એવરેજ આપે છે. બજારમાં આ બાઇકની ભારે ડિમાન્ડ જોવા મળી છે. આકાર મોટર્સમાં અત્યાર સુધીમાં 150 જેટલું બુકિંગ આવ્યું છે. લોન્ચિંગના પ્રથમ દિવસે કુલ 8 બાઇક આવી હતી. જે પૈકીની 7 બાઇકની પ્રથમ દિવસે જ તેના ગ્રાહકોને ડિલિવરી આપી દેવામાં આવી છે.

ઇન્ડિજીનીયસ ટેકનોલોજી આધારિત બજાજ ફ્રીડમ CNG બાઇકની કિમંત દરેક વર્ગને પરવડે તેવી છે. ત્રણ સેગમેન્ટમાં આવતી આ બાઇકની શરૂઆતની કિંમત 95 હજાર છે. અને તે 1 લાખ 10 હજાર સુધી જાય છે. એટલે હાલ ડિલર્સ ની અને ગ્રાહકોની પહેલી પસંદ બની ચુકી છે. બજાજ ફ્રીડમનું બુકિંગ દેશભરમાં શરૂ થઈ ચૂક્યું છે, જેને ખરીદવા કન્ઝ્યુમર્સમાં ભારે ઉત્સાહ હોય ઈન્ક્વાયરી અને બુકીંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે.બજાજ ઓટો હંમેશા ભારતીય બજાર અને ફ્યુલ ઇકોનોમી પર સતત નજર રાખી તે મુજબના બાઇક બનાવવામાં માટે પ્રસિદ્ધ છે. આ કંપનીએ પેટ્રોલ, ઇલેક્ટ્રિક અને CNG એમ ત્રણેય ફ્યુલ આધારિત દ્વિચક્રી વાહનો બજારમાં ઉતાર્યા છે. અને તેના દરેક દ્વિચક્રી વાહનોએ ખૂબ જ સરાહના મેળવી છે. જેમાં ઓછા ઇંધણ પર વધુ એવરેજ આપતા બાઈક દરેક વર્ગના ગ્રાહકોની જરીયાતને સંતોષવા નિમિત્ત બનતી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આકાર મોટર્સ ખાતે વાપીના જાણીતા આર્કિટેક્ટ મનીષ શાહ, આકાર મોટર્સના કુંજલ શાહ, ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓના હસ્તે બાઈકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઈકનું બીકિંગ કર્યા બાદ ઉપસ્થિત 7 ગ્રાહકોને બાઇકની ડિલિવરી આપવામાં આવી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *