આજરોજ મહિસાગર જિલ્લાના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત સી & એસ. એચ દેસાઈ આર્ટ્સ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે “મહિલા કલ્યાણ” દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્કૃત વિભાગના અદ્યાપક ડૉ. જાગૃતિબેન જોશી દ્વારા વિષયને અનુરૂપ પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ વાઘેલા હંસાબેન સર્જનસિંહ, માછી સુનિલકુમાર મણિલાલ, માછી ઉપેન્દ્ર, ઠાકોર પ્રજ્ઞેશ, પલાસ જયશ્રી નરવત ભાઈ, પરમાર રણજીત વિજયભાઈ, પરમાર ચિરાગ વિનુભાઈ, ચૌહાણ કાજલ બેન પ્રભાતભાઈ તથા વાળંદ ઝલકબેન મનોજભાઈ એ મહિલા કલ્યાણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાબ્દિક સ્વાગત વિભાગીય અધ્યક્ષ ડૉ. એસ. પી. રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય પ્રિ. ડૉ. ડી. પી. માછી સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગના અદ્યાપક ડૉ. દિલીપ ઓડ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ હાજર રહ્યાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ