ભીલાડ રેલવે અંડરપાસનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવી ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહની રજૂઆત

વાપી ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસનું કામ લાંબા સમયથી અધૂરું હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દૈનિક હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, જેમાં સેલવાસ, વાપી અને સરિગામ જીઆઈડીસી જતાં કામદારો તેમજ હોસ્પિટલમાં જતાં દર્દીઓ પણ સામેલ છે. અંડરપાસ બંદ રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે.ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહે આ મુદ્દે વલસાડ જિલ્લા યુવા સાંસદ ધવલ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.

ભીલાડ રેલવે અંડરપાસનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.રજુઆત મળ્યા બાદ સાંસદ ધવલ પટેલે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે મુલાકાત કરી અને ભીલાડ અંડરપાસના અધૂરા કામ અંગે તાકીદે કાર્યવાહી કરવા કહ્યું. રેલવે અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી વહેલી તકે પૂરી કરવાની ખાતરી આપી છે.ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહે જણાવ્યું કે સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી રેલવે અધિકારીઓએ ચોમાસા પહેલા કામ પૂરૂં કરવા માટે વચન આપ્યું છે. આ અંગે ભાજપ સંગઠન સતત કાર્યશીલ છે, જેથી ઉમરગામના રહેવાસીઓને પડતી મુશ્કેલીમાંથી વહેલું મુક્તિ મળી શકે.

વાપી થી આલમ શેખ ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *