વાપી: બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ વી.આઈ.એ ગ્રાઉન્ડ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી, વાપી ખાતે ભવ્ય સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો.હતો.
સરસ્વતી માતા વિદ્યા અને જ્ઞાનની દેવી છે, તેથી વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જનરલ નોલેજ, બેસ્ટ હેન્ડરાઇટિંગ, સ્ટુડન્ટ ગોટ ટેલેન્ટ જેવી સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આ વિશિષ્ટ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તદુપરાંત, સ્વામી વિધાનંદ સરસ્વતી દ્વારા શ્રદ્ધાળુઓને વિશેષ ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું, જેમાં જીવનમાં શિક્ષણ અને સંસ્કૃતિના મહત્વ પર પ્રકાશ નાખવામાં આવ્યો.પૂજાનો પ્રારંભ સવારે 9:00 વાગ્યે થયો અને ત્યારબાદ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. સાંજે 7:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી ભજન, ગઝલ, હિન્દી અને ભોજપુરી લોક સંગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેનાથી શ્રદ્ધાળુઓમાં ભક્તિ અને સંસ્કૃતિનો ઉમંગ છલકાયો.બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ સેવા અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ પ્રતિષ્ઠિત આયોજન દ્વારા સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા નો સંદેશ આપવામાં આવ્યો.આયોજન સમિતિના અધિકારીઓએ તમામ શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજવાની પ્રતિજ્ઞા કરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ