Dahej |દહેજ નજીક સુવા ચોકડી પર થી દેશી કટ્ટો તથા બે જીવતા કારતુસ સાથે બિહારી ઈસમ ઝડપાયો

વાગરા ના દહેજ નજીક સુવા ચોકડી ખાતે થી દેશી બનાવટ ના કટ્ટા સાથે એક બિહારી યુવક ને દહેજ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

દહેજ ઉદ્યોગ નગરીમાં રોજગારી અર્થે આવતા પરપ્રાંતીય યુવકો માં કેટલાય યુવકો ગેકાયદેસર પ્રવૃત્તિઓ માં સંડોવાયેલા અને ક્રિમિનલ માઇન્ડેડ પણ હોય છે.ત્યારે ભરૂચ જીલ્લા મા ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ઉપલા સ્તરે થી મળેલ સુચના અનુસંધાને દહેજ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલા ની સુચના થી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલિસ કોન્સ્ટેબલ સેતાનસિંહ દલપતસિંહ ઝાલાને બાતમી મળેલ કે, દહેજ-ભરૂચ હાઈ-વે ઉપર આવેલ સુવા ચોકડી નજીક બિહાર નો ઇન્દ્રજીત ચૌઘરી તેના પેન્ટના નેફામાં ગેર કાયદેસર દેશી હાથ બનાવટ નો તમંચો પોતાની સાથે રાખી ફરે છે જે બાતમી ને આધારે સદર જગ્યા પર જતા તે ઇસમ હાજર મળી આવ્યો હતો જેની અંગઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તથા જીવતા કારતુસ નંગ-૨ મળી આવ્યા હતા.

પકડાયેલ ઇસમને હથીયાર બાબતે ઉડાણ પુર્વક પૂછપરછ કરતા પોતાને હથીયાર રાખવાનો શોખ હોવાથી વતન બિહાર ખાતેથી લાવેલ હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. જેથી સદર આરોપી વિરૂધ્ધમાં દહેજ પોલીસે ધી આર્મ્સ એકટ (૧૯૫૯) ની કલમ ૨૫(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે પકડેલ ઇન્દ્રજીત સુખારી ચૌઘરી જાતે- હિન્દુ કુર્મી ઉ.વ.૩૪,રહે. કટરાકલા, જી.કૈમુર (બિહાર) નો હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે દહેજ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા પરપ્રાંતિઓ ના વસવાટ ને પગલે ગુનાખોરી નું પ્રમાણ વધ્યું હોવાની પંથકમાંથી બુમો ઉઠવા પામી છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *