પંચમહાલ ૧૮ લોકસભાના ઉમેદવાર રાજપાલ સિંહના પ્રચાર અર્થે ટેબલોનો પ્રારંભ કરાયો હતો. પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ દ્વારા શાસ્ત્રોત વિધિ અને પૂજા અર્ચન સાથે ટેબલોનું પૂજન કરી, પ્રચારનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-30-at-16.28.13-1024x768.jpeg)
આ કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ લોકસભાના પ્રભારી ડોક્ટર યોગેશ પંડ્યા,ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમના પુર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, કાલોલ ભાજપ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,શહેર પ્રમુખ ગૌરાંગભાઈ દરજી,ગુજરાત પ્રદેશ ભાજપા ડો સેલ મધ્ય જોન સંયોજક ડો. પરાગભાઇ પડ્યા,શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો,પંચમહાલ જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ શકીલભાઇ વાઘેલા સહીત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ