કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાન નગર હવેલીની લોકસભાની ચૂટણી લડવા માટે ભાજપે કલાબેન ડેલકરને ટીકીટ આપી છે.જેઓ DNHના શિવસેનાના સીટીંગ MP છે.જેમણે શિવસેના છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.તે અંતર્ગત આજે કલાબેન ડેલકરે શક્તિ પ્રદર્શન યોજી વિધિવત ભાજપમાં સામેલ થયા હતાં.પૂર્ણેશ મોદીએ કલાબેનને ખેસ પહેરાવી આ લોકસભા ચૂંટણીમાં જંગી બહુમત સાથે વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દાદરા નગર હવેલીમાં ભાજપ કાર્યાલય ખાતે વિશાલ સમર્થકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં કલાબેન ડેલકર જ નહીં પરંતુ ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયત ઉપરાંત પાલિકા વિસ્તારના સભ્યોની સાથે તમામને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.ભાજપમાં સામેલ થતા પહેલા કલાબેન ડેલકરે પુત્ર અભિનવ ડેલકર સાથે જંગી રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડેલકર સમર્થકો જોડાયા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવાર તરીકે પ્રદેશના સીટીંગ સાંસદ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના કલાબેન ડેલકરને ટિકિટ આપી છે.જે બાદ 16મી માર્ચે કલાબેન ડેલકર,પુત્ર અભિનવ ડેલકરે પોતાના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો.સેલવાસના અટલ ભવન પર ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં શિવસેનાના સીટીંગ સાંસદ કલાબેન ડેલકર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ જંગી લીડથી જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આમ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયેલ ડેલકર પરિવારના કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યું હતું કે,પ્રદેશના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ ભાજપમાં જોડાયા છે.મોદી સરકારમાં અનેક વિકાસના કામ થયા છે.હવે તેઓ આ પ્રદેશના જે પણ કામ બાકી છે તે પૂર્ણ કરશે.ભૂતકાળની જે પણ ઘટનાઓ હતી તેને ભૂલીને ભાજપમાં એક સંપથી કામ કરશે.પ્રદેશને વધુ ને વધુ વિકાસના પંથે લઈ જવા ભાજપના સંગઠન સાથે ખભેથી ખભા મિલાવી ચૂંટણી પ્રચારમાં ઉતરશે.આ પ્રસંગે દાદરા નગર હવેલી દમણ અને દિવના પ્રભારી પૂર્ણેશ મોદી,પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે,નવા સાથીઓ સામેલ થતાં આ વખતે દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે.આ વખતના મોદીના 400 પારના સંકલ્પમાં દાદરા નગર હવેલીની સીટ પણ ભાજપની હશે તેવું જનતાને સંબોધન કર્યું હતું.